પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૯
મે-૨૦૦૯
મે
બાળસાહિત્યનું સર્જન સરળ નથી, અઘરૂં છે -નિર્મિશ ઠાકર
- તા.૧-૪-૦૯ના રોજ પરિષદ અંતર્ગત રવીન્દ્રભવનના ઉપક્રમે 'બે વિશ્વયુદ્ધો અને રવીન્દ્રનાથ' વિશે શ્રી નિરંજન ભગતે વક્તવ્ય આપ્યું હતું.
- 'પાક્ષિકી' અંતર્ગત તા.૨-૪-૦૯ના રોજ શ્રી જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે 'સ્વર્ગારોહણ' વાર્તાનું પઠન કર્યું હતું.
- 'સર્જક સાથે સંવાદ' અંતર્ગત તા.૧૬-૪-૦૯ના રોજ શ્રી રતિલાલ બોરીસાગરે 'ભાષા શુદ્ધ લેખન' વિશે ચર્ચા કરી હતી.
- ગુજરાતી સાહિત્ય પરિષદે તા.૧૩-૪ની સાંજે પૂ.વિમલાતાઈ, શ્રી વિનોદ મેઘાણી, શ્રી અસિમ રાંદેરી, શ્રી દિનેશ કોઠારી તથા અન્ય સ્વર્ગસ્થ સર્જકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો.
- ભાષા, માધ્યમ, માતૃભાષામાં શિક્ષણ, માતૃભાષાનું શિક્ષણ વગેરેના અનુસંધાનમાં ડૉ.પંકજ જોષીની ઉપસ્થિતિમાં પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી.
- શ્રી કાકાસાહેબ કાલેલકર વ્યાખ્યાનશ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન પ્રસિદ્ધ ખગોળવિજ્ઞાની ડો.પંકજ જોષીએ 'ગાંધીનું વિજ્ઞાન' વિશે તા.૧૮-૪-૦૯ના રોજ પરિષદભવનમાં આપ્યું હતું. વિડિયો માટે ક્લીક કરો.
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.