પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૯
સપ્ટેમ્બર-૨૦૦૯
સપ્ટેમ્બર
પાક્ષિકી: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'પાક્ષિકી' અંતર્ગત તા.૨૩-૭-૨૦૦૯ના રોજ સાંજે ૬ વાગ્યે શ્રી પ્રદીપ ખાંડવાળાએ સ્વરચિત અંગ્રેજી કાવ્યો અને એના પોતે જ કરેલા ગુજરાતી અનુવાદનું પઠન કર્યું હતું. તા.૨૦-૮-૨૦૦૯ના રોજ શ્રી જિતેન્દ્ર દવી ગાંધીજીને કેન્દ્રમાં રાખીને લખાયેલી તેમની નવલકથા 'ચંપારણ'ના પ્રથમ પ્રકરણનું પઠન કર્યું હતું.
- રવીન્દ્રભવન, સ્વમાન પ્રકાશન અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે તા.૭-૮-૦૯ના રોજ, રવીન્દ્રનાથ ટાગોરની ૧૪૮મી મૃત્યુતિથિએ એમનાં નાટક 'ડાકઘર' શ્રી નિરંજન ભગતે વક્તવ્ય આપ્યું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમ અંતર્ગત તા.૨૮-૭-૨૦૦૯ના રોજ સાંજે ૬ વાગે શ્રી રતિલાલ બોરીસાગરે 'શુદ્ધ લેખન' વિશેની ચર્ચા કરી હતી.
- જાન્યુઆરી ૨૦૧૦થી ડિસેમ્બર ૨૦૧૩ માટે અમલમાં આવનાર ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિ અને કાર્યવાહક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ -ચૂંટણી અંગેની તારીખોમાં ફેરફાર નોંધી લેવો.
- નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન: ગુજરાતી સાહિત્ય પરિષદના ક.લા.સ્વા.મંદિર હસ્તક શ્રી બી.કે.મજમુદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી અંતર્ગત નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. વધુ જાણકારી માટે પ્રકાશનમંત્રીશ્રીનો સંપર્ક કરવો.
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.