પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૦
એપ્રિલ -૨૦૧૦
એપ્રિલ
-
- ગુજરાતી સાહિત્ય પરિષદનું છવ્વીસમું જ્ઞાનસત્ર શ્રી એમ.એલ.ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી, મોડાસા (સા.કાં.)ના આમંત્રણથી આગામી ડિસેમ્બર તા. ૨૪, ૨૫, ૨૬, ૨૦૧૦ દિવસોમાં યોજાશે.
- તા.૩-૩-૧૦ને બુધવારે રવીન્દ્રભવનના ઉપક્રમે કાદંબરીદેવીના સંદર્ભો હોય તેવાં કાવ્યો અને ગીતોના ગાન અને પઠનનો કાર્યક્રમ થયો.
- ૨૦૦૮ અને ૨૦૦૯નાં બે વર્ષના ગાળામાં પ્રસિધ્ધ થયેલાં પ્રથમ આવૃત્તિવાળાં પુસ્તકોને એનાયત કરવામાં આવતા પારિતોષિકોની વિગતો ‘પરબ’ એપ્રિલ ૨૦૧૦ પ્રગટ થઈ છે.
- ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. જેના અંતર્ગત બીજું વ્યાખ્યાન તા.૨૫-૨-૨૦૧૦ના રોજ ડૉ.સુમન શાહે 'સાહિત્ય સિધ્ધાંતના સ્વરૂપની વિચારણા' વિષય પર રજૂ કર્યું.
- લોકપ્રિય નવલકથાકાર, ચરિત્રકાર જોસેફ મેકવાનનું તા.૨૮ માર્ચ ૨૦૧૦ના રોજ અવસાન થયું છે. એમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.
- ‘પાક્ષિકી’ના ઉપક્રમે તા.૫-૩-૧૦ને શુક્રવારે શ્રી ગુણવંત વ્યાસે વાર્તાપઠન કર્યું.
- દર્શક ફાઉન્ડેશન અને ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિરના સંયુક્ત ઉપક્રમે તા.૬-૩-૧૦ના રોજ રઘુવીર ચૌધરીના પ્રમુખપદે ‘ગ્રંથવિમર્શ’નો કાર્યક્રમ યોજાયો હતો.
- કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
- એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં માતૃભાષા દિવસ ઉજવાયો, એનાં અંતર્ગત પરિષદ પ્રાંગણમાં ભવ્ય કાર્યક્રમ ગોઠવાયો.
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.