પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૦
જુલાઈ -૨૦૧૦
જુલાઈ
-
- રવીન્દ્રભવન: ૨ જૂન ૨૦૧૦ના રોજ રવીન્દ્રભવન તરફથી સત્યજિત રાય દિગ્દર્શિત Rabindranath Tagore: A radio Biographyના શ્રવણનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રાવ્ય સાથે દ્રશ્ય માધ્યમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'પાક્ષિકી'ના ઉપક્રમે તા.૧૭-૬-૨૦૧૦ને ગુરુવારના રોજ સાંજે ૬.૦ કલાકે દીનાબેન પંડ્યાએ 'ઓહવાટ' વાર્તાનું પઠન કર્યું હતું.
- માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમનો આરંભ: માતૃભાષા સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાતી સાહિત્ય પરિષદની વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે 'માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર'ના ૨૧ દિવસના અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
- ગુજરાત પુસ્તકાલય પ્રેરિત 'સાહિત્યસૃષ્ટિ' ઉપક્રમે 'ગુજરાતી ભાષા અને સાહિત્ય સમક્ષના પડકારો' વિશે ભગવતીકુમાર શર્માએ વ્યાખ્યાન આપ્યું હતું.
- કાઉન્સિલ ઓફ સિનિયર્સ ઓફ એડિસનની પંદરમી વાર્ષિક જયંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી ભાનુભાઈ ત્રિવેદી લિખિત "મૂલ્યો તો અમૂલ્ય"નું ઉદ્યોગપતિ શ્રી પીયૂષભાઈ પટેલે તા.૨૩ મે, ૨૦૧૦ના રોજ વિમોચન કર્યું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય સભા, કુમાર ટ્રસ્ટ, કવિલોક ટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ અન્ય સંસ્થાઓના ઉપક્રમે વાર્તાકાર સદગત શ્રી ઘનશ્યામ દેસાઈ અને આધુનિક કવિ અને વિવેચક શ્રી નીતિન મહેતાની શોકસભા તા.૨૨-૬-૨૦૧૦ના રોજ સાંજે ૬.૦ કલાકે શ્રી રઘુવીર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
- ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે. ચો થું વ્યાખ્યાન: આધુનિક વિવેચક અને સર્જક શ્રી શિરીષ પંચાલ દ્વારા, 'રસપ્રતીતિનાં વિઘ્નો: પૂર્વ અને પશ્ચિમમાં', તા.૧૫ જુલાઈ.
- પરદેશના સભ્યોને વિનંતી: પરબ એરમેઈલથી હવે મોકલવામાં આવે છે, જેની નોંધ લેવા વિનંતી. વધુ માહિતી માટે સંપર્ક કરવો.
- જેલ કાર્યક્રમ અંતર્ગત: રન્નાદે પ્રકાશન, રાજેન્દ્ર પટેલ, અનિલાબહેન દલાલ તરફથી પુસ્તકો ભેટ મળ્યાં. તે સૌનો હૃદયપૂર્વક આભાર.પરિષદે સમગ્ર ગુજરાતની બધીય (૨૫) જેલોમાં સાહિત્યિક પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ કર્યો છે. પુસ્તકદાન આપવા માગતા હોય તેમણે અગાઉથી ચી.મં.ગ્રંથાલયમાં જાણ કરવા વિનંતી.
- ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
- કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
- ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પર
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.