પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૦

ઓગસ્ટ-૨૦૧૦

ઓગસ્ટ

  • રવીન્દ્રભવન: તા.૭-૭-૧૦ના રોજ રવીન્દ્રભવનના ઉપક્રમે શ્રી નિરંજન ભગતે ટાગોરના નાટક 'અરૂપરતન' વિશે વક્તવ્ય આપ્યું.
  • પાક્ષિકી: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પાક્ષિકી અંતર્ગત તા.૨૨-૭-૧૦ના રોજ દીવાન ઠાકોરે શ્રી હરીશ ખત્રી લિખિત ચરિત્રનિબંધ 'હૃદયસ્પર્શી કલાકાર કનુભાઈ દેસાઈ'નું પઠન કર્યું હતું.
  • રાજકોટની જેલમાં કવિસંમેલન: ગુજરાત રાજ્યના 'વાંચે ગુજરાત' અભિયાન અંતર્ગત ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ શહેરોની જેલમાં યોજાતા કવિસંમેલનની શૃંખલામાં તા.૨૯-૬-૧૦ના રોજ રાજકોટ જિલ્લા જેલ ખાતે એક કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ઉમાશંકર જોશી જન્મશતાબ્દીપર્વ: ગુજરાતી ભાષાના વરિષ્ઠ સર્જક શ્રી ઉમાશંકર જોશીના જન્મશતાબ્દીપર્વનો આરંભ ગુજરાતી સાહિત્ય પરિષદ અંતર્ગત ઉમાશંકર સ્વાધ્યાયપીઠના ઉપક્રમે તા.૨૧-૭-૧૦ના રોજ થયો હતો.
  • કાઉન્સિલ ઓફ સિનિયર્સ ઓફ એડિસનની પંદરમી વાર્ષિક જયંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી ભાનુભાઈ ત્રિવેદી લિખિત "મૂલ્યો તો અમૂલ્ય"નું ઉદ્યોગપતિ શ્રી પીયૂષભાઈ પટેલે તા.૨૩ મે, ૨૦૧૦ના રોજ વિમોચન કર્યું હતું.
  • 'રસપ્રતીતિનાં વિઘ્નો પૂર્વ અને પશ્ચિમમાં' વિશે: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા યોજાતા સાહિત્યસિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત તા.૧૫-૭-૧૦ના રોજ શ્રી શિરીષ પંચાલે 'રસપ્રતીતિનાં વિઘ્નો પૂર્વ અને પશ્ચિમમાં' વિષય પર વ યાખ્યાન આપ્યું હતું.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે.
  • વૈચારિક ક્રાંતિની જ્યોત 'વાંચે ગુજરાત': આ વૈચારિક ક્રાંતિ ખરેખર ઝગવવી હોય તો આમાઅદમી પાસે જવાની વાત સો ટકા સાચી છે.
  • પરિષદની વિવિધ વ્યાખ્યાનમાળા: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ વ્યાખ્યાનમાળાઓ અંતર્ગત સા હિત્ય, શિક્ષણ, પત્રકારત્વ વગેરે વિશેનાં પંદરેક વ્યાખ્યાનોનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે.
  • ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
  • કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પર

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.