પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૨
જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૨
જાન્યુઆરી-ફેબ્રુઆરી
-
- ગુજરાતી સાહિત્ય પરિષદનું છેંતાલીસમું અધિવેશન બધી રીતે અપૂર્વ રહ્યું. સવિશેષ યુવાનોની સક્રિય ઉપસ્થિતિએ એક મોટી આશા જન્માવી છે. દરેક વક્તાઓના અભ્યાસપૂર્ણ વક્તવ્યોએ અધિવેશનને સાચા અર્થમાં પરિષદ બનાવી હતી.
- હવે શ્રી ભોળાભાઈ પટેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે. આવનારા સમયમાં એમની વિદ્વત્તા અને એમની વિશિષ્ટ સાહિત્યિક દ્રષ્ટિ પરિષદના આગામી કાર્યક્રમોને વધુ ઊંડાણ અભર્યા તથા ઉચ્ચ ગુણવત્તાભર્યા બનાવશે. એમને અભિનંદન સાથે વંદન.
- પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
- અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.