પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૨

માર્ચ ૨૦૧૨

માર્ચ

  • પાક્ષિકી અંતર્ગત તા.૧-૧૨ ના રોજ શ્રી જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે 'વિધાઉટ યુ' વાર્તાનું પઠન કર્યું હતું.
  • 'ગ્રંથ સાથે ગોઠડી' અંતર્ગત તા.૯-૧૨ના રોજ શ્રી રાજેન્દ્ર પટેલે ગિરિરાજ કિશોરકૃત અને મોહન દાંડીકર-અનૂદિત 'પહેલો ગિરમીટિયો' નવલકથાનો આસ્વાદ કરાવ્યો હતો. તા.૩-૧ના રોજ શ્રી સુધાબેન મહેતાએ અગાથા વૉન ટ્રેપ લિખિત 'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક'નો આસ્વાદ કરાવ્યો હતો.
  • સર્જક સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત તા.૧૭-૧૨ના રોજ નવોદિત સર્જકોની કૃતિઓનું પઠન અને ચર્ચા થયાં હતાં.
  • તા.૧૩-૧૨ના રોજ અનુવાદ-અભિમુખતાની બેઠક શ્રી બિપીનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળી હતી. તેમણે હિમાંશી શેલતની વાર્તા 'કિંમત'નો અંગ્રેજી અનુવાદ મૂળ કૃતિ સાથે વાંચ્યો હતો.
  • જેલમાં સાહિત્યિક કાર્યક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ અને મહિલા આર્ટસ કૉલેજ, નડિયાદના સંયુક્ત ઉપક્રમે નડિયાદની સબજેલમાં વિશિષ્ટ કાવ્યપઠનનો સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ અને રંગદ્વાર પ્રકાશનનાં સંયુક્ત ઉપક્રમે તા.૮/૯/૧૦-૧૨-૨૦૧૧ના રોજ શ્રી રઘુવીર ચૌધરીના અધ્યક્ષસ્થાને શ્રી હરીશ ત્રિવેદી સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'માધ્યમસેતુ' અંતર્ગત તા.૮-૧-૧૨ના રોજ 'આધુનિક પત્રકારત્વ સામેના પડકારો' વિષય પર શ્રી અજય ઉમટે વ્યાખ્યાન આપ્યું હતું.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ તથા લેખિની, મુંબઈના સહયોગથી અને એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત બહેનો માટે અનુવાદની કાર્યશિબિરમાં ભાગ લેવા ઈચ્છતાં બહેનો માટે જરૂરી માહિતી
  • પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
  • અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.