પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૨

ઑગસ્ટ ૨૦૧૨

ઑગસ્ટ

  • ગુજરાતી સાહિત્ય પરિષદના નવા વરાયેલાં પ્રમુખ શ્રી વર્ષા અડાલજાને અભિનંદન
  • પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમ વર્ગોનું સત્ર ૬ ઑગસ્ટ થી શરૂ.
  • તા.૨૩-૬ના રોજ 'દલિત સાહિત્યવિમર્શ'માં ડૉ.દિલીપ ચાવડાએ વક્તવ્ય આપ્યું હતું.
  • એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત દર મહિને લેખન-વાચનમાં રસ-રુચિ ધરાવતી બહેનોની ગોષ્ઠિ પરિષદ ખાતે યોજવામાં આવે છે. તા.૧૬-૭ના રોજ ધીરુબહેન પટેલના માર્ગદર્શન હેઠળ એક બેઠક યોજાઈ હતી.
  • ગ્રંથ સાથે ગોઠડી અંતર્ગત તા.૬-૭ના રોજ શ્રી રૂપાબહેન શેઠે પ્રકાશચંદ્ર દેવલ કૃત અને જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ-અનૂદિત 'બોલો માધવી' ખંડકાવ્યનો આસ્વાદ કરાવ્યો હતો.
  • પાક્ષિકીમાં તા.૫-૭ના રોજ નિર્મળા મેકવાને 'વહેરામણ' (તલસાટ) વાર્તાનું પઠન કર્યું હતું. તા.૧૯-૭ના રોજ પૂજા તત્સતે 'એકલસૂરા' વાર્તાનું પઠન કર્યું હતું.
  • અનુવાદ-અભિમુખતા: તા.૧૭-૭ની અનુવાદ અભિમુખતા બેઠકમાં પ્રા. નયના ડેલીવાલાએ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં ગુજરાતી-હિંદી અનુવાદ-વક્તવ્ય આપ્યું હતું.
  • પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
  • અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
  • આગામી કાર્યક્રમો

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.