પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૨

સપ્ટેમ્બર ૨૦૧૨

સપ્ટેમ્બર

  • શ્રી સુરેશ દલાલનું અવસાન: દેશ હોય કે પરદેશ, ભાષા અને સાહિત્યના મશાલચી એવા શ્રી સુરેશ દલાલના અવસાનથી મોટી ખોટ પડશે.
  • પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમ વર્ગોનું સત્ર ૬ ઑગસ્ટથી શરૂ.
  • ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર-સજ્જતા કાર્યશાળા: ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર-સજ્જતા કાર્યશાળાનું સત્ર ૧૭ ઑગસ્ટ થી શરૂ.
  • એની સરૈયા લેખિકા નિધિ: તા.૨૩-૭ના રોજ સાહિત્યસર્જનમાં રસ ધરાવતી બહેનોની એક બેઠક (લઘુકથા અંગે) યોજાઈ હતી. શ્રી પ્રફુલ્લ રાવલે વિશદ માહિતી આપી હતી. એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત દર મહિને લેખન-વાચનમાં રસ-રુચિ ધરાવતી બહેનોની ગોષ્ઠિ પરિષદ ખાતે યોજવામાં આવે છે.
  • ગ્રંથ સાથે ગોઠડી: ગ્રંથ સાથે ગોઠડી અંતર્ગત તા.૩-૮ના રોજ ગ્રંથ સાથે ગોઠડી'માં અજય રાવલે અશ્વિન મહેતાકૃત 'છબિ ભીતરની' પુસ્તક વિશે રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું.
  • પાક્ષિકી: પાક્ષિકીમાં તા.૧૬-૮ના રોજ ઉર્મિ પંડિતે 'અંશ' વાર્તાનું પઠન કર્યું હતું. જેમાં વાર્તાવિષયક પ્રશ્નોની ચર્ચા કરી હતી.
  • વિવેચનશ્રેણી: વિવેચનશ્રેણીનું બીજું વ્યાખ્યાન અંતર્ગત તા.૨૧-૮ના રોજ સતીશ વ્યાસે 'કથનકળા' વિશે વક્તવ્ય આપ્યું હતું.
  • અનુવાદ-અભિમુખતા:તા.૧૭-૭ની અનુવાદ અભિમુખતા બેઠકમાં પ્રા. નયના ડેલીવાલાએ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં ગુજરાતી-હિંદી અનુવાદ-વક્તવ્ય આપ્યું હતું.
  • ચી.મ.ગ્રંથાલય: લાઈબ્રેરીના પુસ્તકોના ખજાનાની યાદી માટે ગ્રંથાલયમાં ઓનલાઇન પ્રવેશ કરો
  • પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
  • અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.