પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૨
ઑક્ટોબર ૨૦૧૨
ઑક્ટોબર
-
- સાહિત્ય સિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણી-૨: તા.૩૦ ઑગસ્ટ, ૨૦૧૨ ગુરુવારના રોજ 'લુકાચ અને સાહિત્યવિચારણા' વિશે ભરત મહેતાએ વ્યાખ્યાન આપ્યું હતું.
- ગ્રંથ સાથે ગોઠડી: ગ્રંથ સાથે ગોઠડી અંતર્ગત તા.૭-૯ના રોજ ઉર્વીબહેન શાહે પ્રતિભા રાયકૃત નવલકથા 'દ્રૌપદી' વિશે વિશદ ચર્ચા કરી હતી.
- અનુવાદ-અભિમુખતા:તા.૧૪-૮ની અનુવાદ અભિમુખતા બેઠકમાં રાજેન્દ્ર પટેલે 'અનુવાદની મારી આનંદયાત્રા'ના વક્તવ્યને ત્રણ ભાગમાં વહેંચી. ભાવક શ્રોતાઓએ રસપૂર્વક આ શબ્દસંવેદન માણ્યું.
- તા.૧૧-૯ની અનુવાદ-અભિમુખતાની બેઠકમાં પુસ્તકરસિયા સંજય ભાવેએ 'ચાર્લ્સ ડિકન્સ, ગાંધી અને ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું.
- શ્રીમતી એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ: એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત દર મહિને લેખન-વાચનમાં રસ-રુચિ ધરાવતી બહેનોની ગોષ્ઠિ પરિષદ ખાતે યોજવામાં આવે છે. તા.૧૦-૯ના રોજ બહેનોએ પ્રોત્સાહક સંખ્યામાં હાજર રહી સ્વરચિત કાવ્યોનું પઠન કર્યું.
- જેલ કાર્યક્રમો: તા.૧૫-૯ના રોજ કવિ સંમેલન યોજાયું હતું.તા.૧૮-૮ના રોજ મહેસાણા જિલ્લા જેલમાં'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમ યોજાયો હતો.
- માતૃભાષા સંવર્ધન કેન્દ્ર દ્વારા પ્રકાશિત ત્રૈમાસિક 'માતૃભાષાપ્રબોધ' માતૃભાષા-સંવર્ધન અંગેના વિચારો, પ્રવૃત્તિઓ આદિને જનસમૂહ સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે.
- પરિષદ પુસ્તકાલય આપણાં બારણે: લીન્ક પરથી આપ પુસ્તકોનાં શીર્ષકો જોઈ શકો છો.
- ૨૭મું જ્ઞાનસત્ર -વિગતો:
- ચી.મ.ગ્રંથાલય: પુસ્તકો રિન્યુ કરાવવા માટે cml gspamd@yahoo.com પર ઈમેલ કરવી.
- પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
- અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
- આગામી કાર્યક્રમો, જ્ઞાનસત્રનો વિગતવાર કાર્યક્રમ
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.