પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૨
નવેમ્બર ૨૦૧૨
નવેમ્બર
-
- અનુવાદ-અભિમુખતા:તા.૯-૧૦ની અનુવાદ અભિમુખતા બેઠકમાં ઇતિહાસના પ્રાધ્યાપક ડૉ.સુધા મહેતાએ તેમને અનુવાદમાં કેમ રસ પડ્યો, અનુવાદ કરવામાં પડતી મુશ્કેલી વગેરે વાત ઉદાહરણ સહિત કરી.
- ગ્રંથ સાથે ગોઠડી: ગ્રંથ સાથે ગોઠડી અંતર્ગત તા.૫-૧૦ના રોજ શ્રી રસિલાબહેન કડિયાએ 'બસ હવે બહુ થયું' સંકલિત પુસ્તકનો આસ્વાદ કરાવ્યો હતો.
- પાક્ષિકી અંતર્ગત તા.૧૮-૧૦ના રોજ દક્ષાબહેન પટેલે બંગાળી અને ઉર્દૂ વાર્તાઓના અનુવાદનું પઠન કર્યું હતું.
- કવયિત્રી સંમેલન: પ્રગતિ મિત્રમંડળ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કવયિત્રી સંમેલનમાં, કે.ઈ.એસ.શ્રોફ કોલેજ, કાંદિવલીના હૉલમાં કવિતાપ્રેમી શ્રોતાઓએ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રતિસાદ આપ્યો હતો.
- માતૃભાષા સંવર્ધન કેન્દ્ર દ્વારા પ્રકાશિત ત્રૈમાસિક 'માતૃભાષાપ્રબોધ' માતૃભાષા-સંવર્ધન અંગેના વિચારો, પ્રવૃત્તિઓ આદિને જનસમૂહ સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે.
- પરિષદ પુસ્તકાલય આપણાં બારણે: લીન્ક પરથી આપ પુસ્તકોનાં શીર્ષકો જોઈ શકો છો.
- ૨૭મું જ્ઞાનસત્ર -વિગતો:
- ચી.મ.ગ્રંથાલય: પુસ્તકો રિન્યુ કરાવવા માટે એડ્રેસ પર ઈમેલ કરવી.
- પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
- અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
- આગામી કાર્યક્રમો, જ્ઞાનસત્રનો વિગતવાર કાર્યક્રમ
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.