પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૨

ડિસેમ્બર ૨૦૧૨

ડિસેમ્બર

  • ૨૭મું જ્ઞાનસત્ર: તારીખ ૨૧/૨૨/૨૩ ડિસેમ્બર ૨૦૧૨. યજમાન સંસ્થા: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત. અધ્યક્ષ: શ્રી વર્ષા અડાલજા
  • અનુવાદ-અભિમુખતા:તા.૬-૧૨ના મંગળવારે અનુવાદ અભિમુખતા બેઠકમાં વીરેન્દ્ર નારાયણસિંહે (મા'સાહેબ) કહ્યું કે અનુવાદ કરવાની શરૂઆત મારા માટે એક આપદ ધર્મરૂપે થઈ છે.
  • ગ્રંથ સાથે ગોઠડી: ગ્રંથ સાથે ગોઠડી અંતર્ગત તા.૨-૧૧ના રોજ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે તેત્સુકો કુરોયાનોગીકૃત અને રમણ સોની અનૂદિત 'તોત્તો-ચાન' પુસ્તકનો આસ્વાદ કરાવ્યો હતો.
  • તા.૨૯-૯-૧૨ ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને સંસ્મૃતિ સંસ્થા ભૂજ દ્વારા નાટક 'ઊગ્યો ધૂળનો સૂરજ' સફળતાપૂર્વક ભજવાયું હતું.
  • શારદા સાહિત્યગોષ્ઠિ નામથી પરિષદના કાર્યક્રમોની એક શ્રેણી મુંબઈમાં ચાલે છે, જેના અંતર્ગત તા.૧૩-૫-૧૨ના રોજ શોભિત દેસાઈએ ગાલિબના જીવન-કવન પર વક્તવ્ય આપ્યું હતું.
  • પાક્ષિકી અંતર્ગત તા.૧૮-૧૦ના રોજ દક્ષાબહેન પટેલે બંગાળી અને ઉર્દૂ વાર્તાઓના અનુવાદનું પઠન કર્યું હતું.
  • માતૃભાષા સંવર્ધન કેન્દ્ર દ્વારા પ્રકાશિત ત્રૈમાસિક 'માતૃભાષાપ્રબોધ' માતૃભાષા-સંવર્ધન અંગેના વિચારો, પ્રવૃત્તિઓ આદિને જનસમૂહ સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે.
  • પરિષદ પુસ્તકાલય આપણાં બારણે: લીન્ક પરથી આપ પુસ્તકોનાં શીર્ષકો જોઈ શકો છો.
  • ૨૭મું જ્ઞાનસત્ર -વિગતો:
  • ચી.મ.ગ્રંથાલય: પુસ્તકો રિન્યુ કરાવવા માટે cml gspamd@yahoo.com પર ઈમેલ કરવી.
  • પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
  • અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
  • આગામી કાર્યક્રમો, જ્ઞાનસત્રનો વિગતવાર કાર્યક્રમ

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.