લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

માર્ચ ૨૦૦૯
- નારાયણ દેસાઈ


ગિરા ગુર્જરીને વિશ્વ-ગુર્જરી બનાવવાની પ્રક્રિયા બેવડી છે. એક બાજુથી ગુજરાતી સાહિત્યકારે પોતાના ચરિત્ર્યને ઉદાત્ત કરવું પડશે અને બીજી બાજુથી આપણા ક્ષેત્રને વિશાળ કરવું પડશે. ઉદારચરિત સાહિત્યકાર વસુધૈવ કુટુંબકમની ભાવનાથી સાહિત્ય-સર્જન કરતો થાય ત્યારે ગુજરાતી ભાષા વિશ્વ સ્તરની બને. સાહિત્યકારના હૃદયનું સૌન્દર્ય, વિશાળ જગતની વિવિધતાનું સત્ય અને વ્યક્તિ, સમષ્ટિ, સૃષ્ટિમાં સંવાદિતા સાધવાનું કલ્યાણકારી લક્ષ ભેગાં થાય ત્યારે તેમાંથી સત્ય-શિવ-સુંદરમનો સંગમ થાય. ગિરાગુર્જરીને વિશ્વગુર્જરી બનાવવાની એ જ રીત હોય.

વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા ગણાય. ગુજરાતી ભાષાનો પાયો મજબૂત કરવો હોય અને એની ક્ષિતિજો વિસ્તારવી હોય તો તેમાં પણ વિવિધતામાં એકતા પ્રગટ થવી જોઈએ. એને સારુ સાહિત્ય માત્ર સમાજની આરસી બની રહે, એ ન ચાલે. એણે સમાજ સારુ પથપ્રદર્શક દીપ પણ બનવું પડે. વિભિન્નતામાંથી સમાજને અભિન્નતામાં લઈ જવાનો સાહિત્યનો પુરુષાર્થ સાહિત્યને પોતાને સારુ યયે ઉપકારક નીવડે. એને માટે આપણા સમાજમાં રહેલી વિવિધતાના સૌન્દર્યને પારખી આખા સમાજની એકતાને અનુભવવાની ને માણવાની રહે. . ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - માર્ચ ૨૦૦૯

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.