લેખ
પ્રમુખશ્રીનો પત્ર
ફેબ્રુઆરી ૨૦૧૦
- ભગવતીકુમાર શર્મા
પ્રિય અને આદરણીય મિત્રો, સૌ પ્રથમ આપ સર્વેને ઈસુના નવા વર્ષનાં હાર્દિક અભિનંદન. આ નવી સાલ ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે વિશેષ ઉન્નતિકારક સિધ્ધ થાય તેવી આપણા સર્વની અંત:કરણપૂર્વકની શુભ ભાવના હોય જ. વળી ૨૦૧૦ એ ગુજરાત
રાજ્યની સ્થાપનાનું સુવર્ણજયન્તી વર્ષ છે. પચાસ વર્ષ પહેલાં એટલે કે સન ૧૯૬૦ની તારીખ પહેલી મેની પરોઢે અમદાવાદમાં સાબરમતી નદીના સાન્નિધ્યે પૂ.રવિશંકરદાદાના આશીર્વાદથી અલગ ગુજરાત રાજ્યનું મંગલાચરણ થયું એ ઘટનાના જે કેટલાક ધન્ય
સાક્ષીઓ હતા તેમાંનો એક હું પણ હતો જેનું મ્ને ગૌરવ છે. ત્યાર પછીના આ અડધા સૈકામાં ગુજરાત અનેક તડકા-છાંયડા અને આસમાની-સુલતાનીમાંથી પસાર થતું રહ્યું છે, પરંતુ સંતોષની વાત એ છે કે ગુજરાતની અનેકદેશીય વિકાસયાત્રાની ગતિ જળવાઈ
રહી છે અને ગુજરાત દેશનું એક પ્રગતિશીલ રાષ્ટ્ર બન્યું છે. ...
- વધુ વાંચવા નીચે ક્લીક કરો:
પ્રમુખશ્રીનો પત્ર - ફેબ્રુઆરી ૨૦૧૦
આર્કાઈવ્ઝ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.