લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

ડિસેમ્બર ૨૦૦૮
- નારાયણ દેસાઈ

આ પત્ર તમારા હાથમાં આવશે ત્યારે તમારામાંથી ઘણા સાહિત્ય પતિષદના જ્ઞાનસત્રમાં ભાગ લેવા જવાની મનથી તૈયારી કરતા હશો. દર બે વર્ષે એકવાર ભરાતું જ્ઞાનસત્ર પરિષદની મુખ્ય પ્રવૃત્તિઓમાંનું એક છે. એને સફળ કરવાની ચાવી આપણા સૌના હાથમાં છે. આપણા ઉત્સાહ, અનુભવ, સ્વાધ્યાય અને પરિશ્રમ વડે આપણે જ્ઞાનસત્રને સાચા અર્થમાં જ્ઞાનસત્ર બનાવીએ. જ્ઞાન કાંઈ એકમાર્ગી રસ્તો નથી. એમાં માત્ર એક આપે અને બીજો લે, એમ થતું નથી. જ્ઞાન આપનાર ગુરુ પણ શિષ્ય સાથે નિરંતર મેળવતો જતો હોય છે. જ્ઞાનસત્રમાં કેટલાક અનુભવી અને ઘડાયેલા સાહિત્યકારો આવશે તથા કેટલાક સાહિત્યમાં નવોસવો રસ લેનારા તાજા અને તરવરિયા રસિયાઓ આવશે. બંને એકબીજા પાસેથી મેળવશે, એકબીજામાં હળશે-મળશે અને સમૃદ્ધ થશે. ..

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - ડિસેમ્બર ૨૦૦૮

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.