લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

ઓક્ટોબર ૨૦૦૮
- નારાયણ દેસાઈ

ગિરા ગુર્જરીને વિશ્વ-ગુર્જરી બનાવવા સારુ કદાચ સૌથી મોટી જરૂરિયાત ગુજરાતી સાહિત્યકારોની ગુણવત્તા વધે એને ગણી શકાય. ગુણવત્તા વધારવાની જ્યારે હું વાત કરું છું ત્યારે મારા મનમાં નીતિ વિષેના કોઈ વિધિનિષેધનો કે કોઈ માનસિક આભડછેટનો આશય હરગિજ નથી. જેને દુનિયા નીતિ માનતી હોય એવી કોઈ નીતિનું પાલન ન કરનાર પણ ઊંચા પ્રકારનું સાહિત્ય લખી શકે, એમ હું માનું છું. સાહિત્ય અંગેની નીતિ એટલે મારા મનમાં પોતાને અંગેની ઈમાનદારી, ચિત્તની વિશાળતા ને સમાજના આક્ષેપો ઝીલવાનું સાહસ છે. આ ઉપરાંત સાહિત્યકારમાં અભિવ્યક્તિની કુશળતા પણ જોઈએ. પણ ઉપરોક્ત ગુણવિહોણી કુશળતા નહીં.

આવા ગુણો કાંઈક અંશે જન્મજાત હોય તો પણ તે મુખ્યત્વે ખંતપૂર્વક કેળવવાથી વિકસે છે. આ પ્રક્રિયા એક પ્રકારે ઊર્ધ્વારોહણની હોય છે. ઊર્ધ્વારોહણનો આરંભ પોતાની જાતથી જ થાય છે, કોઈના અનુકરણથી નથી થતો.

‘પરબ’ના વાચકોને આ વિષય જ્યાં સુધી લાગુ પડે છે તેટલો પૂરતો એને તપાસીએ.

આવા ગુણવિકાસ સારુ ગુજરાતી સાહિત્ય પરિષદે પોતાનું વર્તુળ વિસ્તૃત કરવું પડશે. એની સાથે સંબંધિત સૌ કોઈએ પોતાના વ્યક્તિગત રાગદ્વેષ કે પૂર્વગ્રહો પરિષદના રાઅગદ્વેષ કે પૂર્વગ્રહ ન બને એની કાળજી રાખવી પડશે.

બીજું, પરિષદે સર્વસમાવેશકતા તરફ ગતિ કરવાની છે. આપણે આપણી કલ્પના અને તર્ક પ્રમાણે સાહિત્યના વિવિધ યુગો પાડ્યા છે...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - ઓક્ટોબર ૨૦૦૮

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.