નવાં પ્રકાશનો

૨૦૦૭નાં પ્રકાશનો

પ્રવચન-શાંતિનિકેતન

લેખક: રવીન્દ્રનાથ ટાગોર, અનુ.નગીનદાસ પારેખ (ત્રણ ભાગમાંથી), ચયન: અનિલા દલાલ, પ્ર.આ.૨૦૦૭, પૃ.૧૬+૨૦૪, કિં.રૂ.૧૧૦/-, ડિમાઈ, કાચું પૂંઠું

‘પ્રવચન-શાંતિનિકેતન’ એટલે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને જે છાતીમ(સપ્તપર્ણી)ની છાયામાં પરમ શાંતિનો એકાએક બોધ થયો હતો, તે છાતીમતલાના પરિસરમાં ૧૮૯૧માં બાંધેલ કાચના કમનીય ઉપાસનામંદિરમાં અનેક બુધવારોની સવારે રવીન્દ્રનાથે આપેલાં પ્રવચનો અર્થાત્ કરેલાં ઉદ્દબોધનો. આ પ્રવચનો ‘શાંતિનિકેતન’ નામથી સ્વયં રવીન્દ્રનાથે સંપાદિત કરેલાં. ગુજરાતીમાં નગીનદાસ પારેખે એ જ નામથી ત્રણ ભાગમાં એનો અનુવાદ કરેલો. અહીં એ ત્રણ ગુજરાતી ગ્રંથોમાંથી પસંદ કરીને પ્રવચનો આપ્યાં છે. ઉપનિષદની વાણી સાથે વિશ્વકવિ રવીન્દ્રનાથનું દર્શન અદ્દભુત રીતે વણાયેલું છે.

પૃષ્ઠવાંચન (સંક્ષિપ્ત)


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.