ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ઉશનસ્
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:નટવરલાલ કુબેરદાસ પંડ્યા, ‘આરણ્યક’, ‘ઉશનસ્’
(૨૮-૯-૧૯૨૦): કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલી-ડભોઈમાં.
૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૨માં મ.સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬
દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭થી ૧૯૫૭ સુધી ગાર્ડા કોલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી આર્ટસ કોલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮થી ૧૯૮૦ સુધી આચાર્ય.
૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬માં યુરોપ-કેનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક,
૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. |