સાહિત્યસર્જક: ભૃગુરાય અંજારિયા
સવિશેષ પરિચય:
ફોટો : ભૃગુરાય અંજારિયા-જયંત કોઠારી કાન્ત વિશે (૧૯૮૩): ભૃગુરાય અંજારિયાનો મરણોત્તર પ્રકાશિત વિવેચનલેખસંગ્રહ. એમાં ૧૯૪૩ થી ૧૯૬૭ સુધીમાં લખાયેલા લેખો ને અપાયેલાં વ્યાખ્યાનો ઉપરાંત કાન્ત-થીસિસ નિમિત્તે થયેલી નોંધો-‘કાન્તઃસાલવારી’, ‘કાન્તનાં કાવ્યોની આનુપૂર્વી’ અને ‘કાન્તના જીવન અંગેની મુલાકાત નોંધો’ છે. આ નોંધો હકીકતોમાં રસ લેવાની, એ માટેની વિશાળ દસ્તાવેજી સામગ્રીને સાધનોમાં ઘૂમી વળવાની અને ખરી હકીકત સુધી પહોંચવાની લેખકની શક્તિનો પરિચય કરાવે છે. તેઓ પ્રમાણભૂત હકીકતોને આધારે પોતાનું દર્શન પણ રચે છે, જે એમના ‘પૂર્વાલાપઃછંદની દ્રષ્ટિએ’ જેવા લેખો બતાવે છે. ઉક્ત લેખ કાવ્યગત છંદ-અભ્યાસની એક નૂતન દિશા ઉઘાડનારો છે, તેમ અન્ય ઘણા લેખોમાં પણ એમની તથ્યદ્રષ્ટિની સાથે સાથે એમનાં રસજ્ઞતા અને માર્મિક વિવેચકત્વનાં પ્રભાવક ઉદાહરણો મળી આવે છે.-જયંત કોઠારી વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી