પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૦

માર્ચ -૨૦૧૦

માર્ચ

  • શ્રી ગની દહીંવાલા વ્યાખ્યાનમાળા અંતર્ગત તા.૧૩-૨ ના રોજ અશોક ચાવડાએ પાકિસ્તાનનાં ઉર્દૂ કવયિત્રી પરવીન શકીર (જીવન અને કવન) વિષય પર વક્તવ્ય આપ્યું હતું.
  • રવીન્દ્રભવન અંતર્ગત તા.૩ ફેબ્રુઆરીના દિવસે રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા 'નષ્ટનીડ'વિશે શ્રી ભોળાભાઈ પટેલે વ્યાખ્યાન આપ્યું હતું.
  • રવિશંકર રાવળ વ્યાખ્યાનમાળા અંતર્ગત ૩૦ જાન્યુ.ના રોજ સેપ્ટ યુનિ.ના સહયોગથી સુપ્રસિદ્ધ ચિત્રકાર નલેન માલિનીની અનેરી રજૂઆત માણી.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત `સાહિત્ય સિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું ત્રીજું વ્યાખ્યાન ૧લી એપ્રિલ ૨૦૧૦ ને ગુરુવાર, સાંજે ૫.૩૦ કલાકે ડો.વિજય પંડ્યા 'ભરત અને એરિસ્ટોટલ : નાટ્યસ્વરૂપની વિભાવના વિશે આપશે.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત `સાહિત્ય સિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું પ્રતહમ વ્યાખ્યાન તા.૪-૨-૨૦૧૦ના રોજ ડો.ચંદ્રકાન્ત ટોપીવાલાના રસસિદ્ધાંત અને અભિગ્રહણ સિદ્ધાંત (રિસેપ્શન થિયરી)' વિષય પર યોજાયું.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા યોજાતો ગ્રંથગોષ્ઠિનો કાર્યક્રમ તા.૧૬-૨ ના રોજ શ્રી રઘુવીર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
  • કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ sms દ્વારા જણાવવા.
  • ૨૦૦૮ અને ૨૦૦૯નાં બે વર્ષના ગાળામાં પ્રસિદ્ધ થયેલાં પ્રથમ આવૃત્તિવાળૅઅં પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પારિતોષિકો એનાયત કરવામાં આવશે. વિગતો 'પરબ'ના માર્ચ અંકમાં પ્રકાશિત થઈ ચૂકી છે.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.