પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૨
મે ૨૦૧૨
મે
-
- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ભોળાભાઈ પટેલનું અવસાન: શ્રદ્ધાંજલિ શોકસભા
- રવીન્દ્ર મહોત્સવ: પરિષદમાં રવીન્દ્ર મહોત્સવ ઊજવાયો. ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગની આર્થિક સહાયથી, રવીન્દ્રનાથ ટાગોરની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે આ કાર્યક્રમ થયો.
- ગ્રંથ સાથે ગોઠડી: 'ગ્રંથ સાથે ગોઠડી' અંતર્ગત તા.૧૩-૪ના રોજ લતાબહેન હિરાણીએ ખાવિંદ હુસેની કૃત નવલકથા 'ધ કાઈટ રનર'નો આસ્વાદ કરાવ્યો હતો.
- સર્જક સાથે સંવાદ: સર્જક સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત તા.૨૧-૪ના રોજ ધ્વનિલ પારેખની ઉપસ્થિતિમાં નવોદિત સર્જકોએ અપ્રકાશિત કૃતિઓનું પઠન કર્યું હતું.
- અનુવાદ-અભિમુખતા: તા.૧૦-૪ના રોજ અનુવાદ-અભિમુખતાની બેઠક શ્રી હરીશ ખત્રીની ઉપસ્થિતિમાં મળી હતી.
- વિશ્વકવિતા કેન્દ્ર: વિશ્વકવિતા કેન્દ્ર અંતર્ગત તા.૨૬-૩ના રોજ શ્રી ધીરુભાઈ પરીખે યહૂદી કવિ પૉલ સેલાન વિશેના ત્રીજા આખ્યાનમાં ત્રણ કાવ્યોનો સુંદર આસ્વાદ કરાવ્યો હતો.
- નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન: હસ્તપ્રત તા.૩૦-૬-૨૦૧૨ સુધીમાં મોકલી આપવા વિનંતી.
- પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમ વર્ગોનું સત્ર ૧૫ જૂન થી શરૂ થશે.
- માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત સંવર્ધન કેન્દ્ર અને ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમનું આયોજન તા.૨૫-૬થી ૧૮-૭ દરમિયાન કરવામાં આવ્યું છે.
- શ્રી તુષાર ભટ્ટને શ્રદ્ધાંજલિ: તા.૭-૪ના રોજ ગુજરાતી સાહિત્ય ભવનમાં લેખક શ્રી તુષાર ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાઈ ગયો.
- ગીતાબહેન પરીખનું અવસાન: તા.૭-૪ના રોજ ગીતાબહેન પરીખનું અવસાન થયું છે, ગુજરાતી કવિતાક્ષેત્રે તેમનું મહત્ત્વનું પ્રદાન છે.
- ગુજરાતી સાહિત્ય પરિષદ તથા લેખિની, મુંબઈના સહયોગથી અને એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત બહેનો માટે અનુવાદની કાર્યશિબિરમાં ભાગ લેવા ઈચ્છતાં બહેનો માટે જરૂરી માહિતી
- પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
- અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.