બુધ-સભા
બુધ-સભા
બુધ-સભા
બુધ-સભા એ ૬૦ વર્ષ જૂની કાવ્યપ્રવૃત્તિ છે.
બચુભાઈની બુધસભા અને કવિઓ
‘કુમાર’ કાર્યાલયમાં બુધવારે મળતી કવિસભામાં હું અને શ્રી બાલમુકુંદ બંને સાથે જ જતા. એ કવિસભાએ અમારા કાવ્યસર્જનના ઘડતરમાં ઘણો જ
મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ત્યાં થતી કાવ્યચર્ચા સર્જન માટે સંસ્કારસિંચનનું કામ કરતી. અમારી કૃતિ પર અમે ચર્ચા થતી સાંભળીએ, એમાંથી વિવિધ મુદ્દાઓ ઊઠે, તેના
અમે ખુલાસા આપીએ. એ ખુલાસાનો સ્વીકાર પણ થતો અને અસ્વીકાર પણ થતો. લાંબા સમય બેત્રણ બુધવાર સુધી કશું જ નવું લખીએ નહીં
તો મુ.શ્રી બચુભાઈ એવા હેતથી ઉઘરાણી કરે કે એ ઉઘરાણી જ પ્રેરક બને. શ્રી બચુભાઈ રાવતનો ગુજરાતી કવિતાસર્જનના વિકાસમાં ઐતિહાસિક ફાળો છે.
મુ.શ્રી બચુભાઈ રાવતની કવિતા-સેવાની સાથે મુ.શ્રી ઉમાશંકર જોશીનું ‘પીછું’ કાવ્ય યાદ આવે છે. એમાં આવે છે કે ‘પોતે ના કં ગાયું,
કિન્તુ મુજને ગાતો કરીને ગાયું.’ એમ શ્રી બચુભાઈએ અનેક કવિઓને શ્રેષ્ઠ અને ગણનાપાત્ર કવિતાઓ રચતા કર્યા છે. છેક શ્રી દેશળજી પરમારથી માંડીને આજની ઘડીએ
‘કુમાર’ કાર્યાલયની બુધવારની કવિસભામાં ભાગ લેતા નવોદિત કવિઓ સુધી આ ફલક પથરાયેલું છે. એમની કવિતાભક્તિમાં શિલ્પીનું સ્વપ્ન અને કલાદષ્ટિ રહેલાં છે.
- વેણીભાઈ પુરોહિત
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.