નવાં પ્રકાશનો

૨૦૦૭નાં પ્રકાશનો

ગીતમંજરી

સં. ચંપકભાઈ ર. મોદી, પ્ર.આ.૨૦૦૭, પૃ.૧૨+૧૮૦, કિં.રૂ.૧૦૦/-, ડિમાઈ, કાચું પૂંઠું

જૂની ગુજરાતી રંગભૂમિ સાથે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ સંકળાયેલું છે. રંગભૂમિનાં એમનાં ગીતોમાંથી ઉત્તમ ગીતો ચૂંટીને શ્રી ચંપકભાઈ મોદીએ તેને ભક્તિ, ચિંતન, પ્રણય, પ્રકૃતિ, હાસ્ય, પ્રકીર્ણ અને હિંદી - એમ સાત વિભાગોમાં વિભાજિત કરી સંપાદિત કર્યાં છે. આ ‘ગીતમંજરી’ જૂની રંગભૂમિને આપણી સમક્ષ જીવંત કરે છે. આ સમય જૂની રંગભૂમિનો સુવર્ણયુગ હતો. પ્રેક્ષકોને રસકવિનાં ગીતોનું અનેરું આકર્ષણ હતું. પ્રેક્ષકો એમનાં ગીતો કંઠસ્થ કરતા અને ઘેર ઘેર એમનાં ગીતો ગુંજતાં.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.