પ્રકાશનો

પરિષદ પ્રકાશન

પરબ
ન્યુઝલેટર
પ્રકાશનો - ૨૦૧૮
પ્રકાશનો - ૨૦૧૭
પ્રકાશનો - ૨૦૧૬
પ્રકાશનો - ૨૦૧૫
પ્રકાશનો - ૨૦૧૪
પ્રકાશનો - ૨૦૧૩
પ્રકાશનો - ૨૦૧૨
પ્રકાશનો - ૨૦૧૧
પ્રકાશનો - ૨૦૧૦
પ્રકાશનો - ૨૦૦૯
પ્રકાશનો - ૨૦૦૮
પ્રકાશનો - ૨૦૦૭
મૅગેઝિનો -સામયિકો
લેખો
પરિષદવૃત્ત : સમાચાર
વાંચવાલાયક પુસ્તકો
ગ્રંથસમીક્ષા
ચર્ચા-વિચાર
વાચનકક્ષ
ફોટો ગેલરી
સાહિત્યસર્જકો
આર્કાઈવ્ઝ -સંગ્રહ

 

પરિષદની પ્રકાશનપ્રવૃત્તિ

ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રકાશનપ્રવૃત્તિનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. કનૈયાલાલ મુનશીના સમયમાં અધિવેશનો/સંમેલનો વગેરેના અહેવાલોની પુસ્તિકાઓ પ્રગટ થતી. ‘હેમસારસ્વતસત્ર’ એ પાટણમાં યોજાયેલ સંમેલનના અહેવાલ રૂપે પ્રગટ થયેલું પુસ્તક છે. ઈ.સ.૧૯૮૨ માં ‘ગોવર્ધનભવન’ની રચના થયા બાદ પ્રકાશનપ્રવૃત્તિમાં થોડો વેગ આવ્યો. ‘પરબ’ સામયિક અનિયતકાલિકમાંથી ઈ.સ.૧૯૭૭ જાન્યુઆરીથી માસિક રૂપે પ્રસિધ્ધ થવા માંદ્યું. ‘પરબ’ના વિશેષાંકોમાંથી પુસ્તકપ્રકાશનો પણ થયાં છે. ‘શારદાગ્રામ જ્ઞાનસત્ર’ પછી ગુજરાતી સાહિત્યના આઠમા, નવમા, દસમા દાયકા વિશેનાં પુસ્તકોનું પ્રકાશન થયું.

પરિષદને પ્રકાશનપ્રવૃત્તિ માટે દાન મળેલાં છે. તેમાંથી વિવિધ પ્રકાશનશ્રેણીઓમાં પુસ્તકો પ્રકાશિત થાય છે. ગુજરાતી સાહિત્યના કેટલાક પ્રશિષ્ટ પણ હાલ અપ્રાપ્ય ગ્રંથો પણ પરિષદે પુનર્મુદ્રિત કરીને પ્રજાને સુલભ કરી આપ્યા છે. નવોદિત અને સન્માન્ય સર્જકોની કૃતિઓ પ્રગટ કરે છે. રાજ્ય સરકારની આર્થિક સહાયથી ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ના સાત ગ્રંથો અભ્યાસી વિદ્વાનોના સહયોગથી પ્રકાશિત કર્યા છે; આ ગ્રંથશ્રેણી માટે પ્રા.ચિમનલાલ ત્રિવેદીની મૂલ્યવાન સેવાઓ પ્રાપ્ત થઈ છે. પ્રા.જયંત કોઠારી અને ડૉ.ચંદ્રકાન્ત શેઠના નેજા નીચે આરંભાયેલો ‘ગુજરાતી સાહિત્યકોશ’ ચન્દ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં ત્રણ ખંડોમાં પૂરો થયો છે.

ગુજરાતી ભાષાનાં પ્રશિષ્ટ તેમ જ સર્જાતા સાહિત્યનાં પુસ્તકો ભાવકોને સુલભ કરી આપવા માટે સાહિત્ય પરિષદે શતાબ્દી ગ્રંથશ્રેણીનો પ્રારંભ કર્યો છે. આ પૂર્વે પરિષદ દ્વારા ઈ.સ.૧૯૯૧ થી વાર્ષિક ગુજરાતી કવિતાચયનો તથા ઈ.સ.૧૯૯૪-૯૫ થી ગુજરાતી નવલિકાચયનો પ્રગટ થતાં રહ્યાં છે.

ગુજરાતી ભાષાનાં નીવડેલાં પુસ્તકો હિંદી, અંગ્રેજી આદિ અન્ય ભાષાઓમાં પ્રગટ કરવાનો પરિષદનો સંકલ્પ છે. આ સંદર્ભે સદ્.એચ.એમ.પટેલ અનુવાદ અને પ્રકાશનકેન્દ્રની સ્થાપના કરીને તેની કાર્યવાહી આરંભી છે.

આજે પરિષદ દ્વારા પ્રકાશિત ગ્રંથોની સંખ્યા ૨૨૫ જેટલી છે.

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.