નવાં પ્રકાશનો

૨૦૦૭નાં પ્રકાશનો

હાસ્યકૌતુક અને વ્યંગકૌતુક

લેખક: રવીન્દ્રનાથ ઠાકુર, અનુવાદક: રમણલાલ સોની, પ્ર.આ.૨૦૦૬, પૃ.૧૦+૧૯૪, કિં.રૂ.૧૦૦/-, ડિમાઈ, કાચું પૂંઠું

આ પુસ્તકમાં ‘હાસ્યકૌતુક અને વ્યંગકૌતુક’ ઉપરાંત ‘વૈકુંઠનો પોથો’ સમાવિષ્ટ છે, જેમાં રવીન્દ્રનાથનાં પ્રહસનો અને વ્યંગરચનાઓ છે. રૂઢિવાદી વિચારદાસ્યના પ્રતિકાર માટે લખાયેલાં આ સર્જનાત્મક પ્રહસનો ભજવાતાં રહ્યાં છે અને આજે પણ પ્રસ્તુત છે. હાસ્ય નિષ્પન્ન કરવાની રવીન્દ્રનાથની આગવી શક્તિનો અહીં બધી રચનાઓમાં પરિચય થશે. ઓગણીસમી સદીમાં સનાતનવાદીઓનો જવાબ આપવા રમણભાઈ નીલકંઠે ‘ભદ્રંભદ્ર’ની રચના કરી હતી - તેનું અહીં સહજ સ્મરણ થઈ આવે છે.

રમણલાલ સોનીના સહજ સ્વાભાવિક અને સુવાચ્ય ગુજરાતી અનુવાદમાં ‘હાસ્યકૌતુક અને વ્યંગકૌતુક’ સળંગ રચના રૂપે પહેલી વાર પ્રગટ થાય છે.

પૃષ્ઠવાંચન (સંક્ષિપ્ત)

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.