નવાં પ્રકાશનો

૨૦૦૭નાં પ્રકાશનો

મહારાજના મુખેથી અને બીજી વાતો

સં. મગનભાઈ જો. પટેલ, પુનર્મુદ્રણ ૨૦૦૭, પૃ. ૨૪+૨૬૪, કિં.રૂ.૧૪૦/-, ડિમાઈ, કાચું પૂંઠું

ગાંધીવિચારના પ્રખર પુરસ્કર્તા મગનભાઈ જો.પટેલ સંપાદિત શ્રી રવિશંકર મહારાજ વિશેનું આ પુસ્તક મહારાજનાં વ્યક્તિત્વ, વાણી અને વિચારનું યથાર્થ દર્શન કરાવે છે. મહારાજે વિનોબાજીની ભૂદાન પ્રવૃત્તિને પોતાનું જીવન અર્પણ કરીને, ગામડે ગામડે ફરી લોકો સુધી વિનોબાજીનો સંદેશો પહોંચાડવાનો સંકલ્પ કરેલો. રવિશંકર મહારાજની બોતેરમી વરસગાંઠને દિવસે પૂરાં પાંચ વર્ષ માટે મગનભાઈ દાદાની પદયાત્રામાં એમની અંગત સેવા માટે જોડાયા હતા. આમ દાદાના અંતેવાસી બનેલા એમણે દાદાના શતાબ્દી વર્ષ નિમિત્તે દાદાનાં જીવન, વિચાર અને કાર્યની ઝાંખી કરાવતી પાંચ પુસ્તિકાઓ સંપાદિત કરેલી. એમાંથી ચાર પુસ્તિકાઓનું એમણે ચીવટપૂર્વક પુન: સંપાદન કરી આપ્યું છે.

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.