નવાં પ્રકાશનો

૨૦૦૭નાં પ્રકાશનો

સંસ્કૃતિ-સંદર્ભ

સં. રઘુવીર ચૌધરી, પ્ર.આ.૨૦૦૭, પૃ.૧૬+૫૬૦, કિં.રૂ.૨૫૦/-, ડિમાઈ, પાકું પૂંઠું

આ ગ્રંથમાં સાહિત્યને સમૃધ્ધ કરતા સંસ્કૃતિ સંદર્ભો સમાવિષ્ટ થયા છે. ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં આલેખાયેલ સુધારકયુગ, પંડિતયુગ, ગાંધીયુગ આ બધાં નવજાગરણનાં ઉપકારક મોજાં છે. એમના દ્વારા સંસ્કૃતિનું શોધનવર્ધન થતું રહ્યું છે. અહીં મણિલાલ નભુભાઈ, આનંદશંકર, ગાંધીજી, બ.ક.ઠાકોર, પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, કાકાસાહેબ, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ જેવા સંસ્કૃતિધારકો અને સાહિત્યવેદો છે, તો નગીનદાસ પારેખ, ક.મા.મુનશી, મેઘાણી, ‘સુન્દરમ’, જયંતિ દલાલ, ઉમાશંકર, ‘દર્શક’, નિરંજન ભગત જેવા સાહિત્યકારો પણ છે. ઉપરાંત ગુજરાતના વર્તમાન ચિંતકોના લેખો પણ છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.