નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો

જહાંગીર એદલજી સંજાણા, પુન:મુદ્રણ ૨૦૦૭, પૃ.૮+૨૪૮, કિં.રૂ.૧૩૦/-, ડિમાઈ, કાચું પૂંઠું

ગુજરાતી સાહિત્ય પરિષદની 'રા.વિ.પાઠક દંપતી પ્રકાશનશ્રેણી'નું આ ત્રીજું પુસ્તક છે. સંસ્કૃત, ઓર્દૂ, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના તજજ્ઞ સંજાણાનો મુખ્યત્વે છંદચર્ચા કરતો એમના અભ્યાસપૂર્ણ લેખોનો સંગ્રહ, ગુજરાત વિદ્યાસભાએ ઈ.સ.૧૯૫૫માં પ્રગટ કરેલો તેનું આ પુન:મુદ્રણ છે. આ ગ્રંથ અભ્યાસીઓને સુલભ ન હ્તો તેથી આ શ્રેણીમાં આ ગ્રંથ પ્રગટ કર્યો છે.
શિષ્ટ-પ્રશિષ્ટ પુસ્તકોનું પ્રકાશન કરવું એ પરિષદની પરંપરા છે. અભ્યાસીઓને એ ઉપયોગી થશે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.