નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

ગુજરાતી નવલિકાચયન: ૨૦૦૫

સં.મોહન પરમાર, પ્ર.આ.૨૦૦૭, પૃ.૨૬+૧૭૪, કિં.રૂ.૧૦૦/-, ડિમાઈ, કાચું પૂંઠું

ઉત્તમ ગુજરાતી વાર્તાઓનાં વાર્ષિક સંપાદનો પ્રગટ થઈ શકે તેવા ઉમદા હેતુથી ગુજરાતી સાહિત્ય પરિષદે ૧૯૯૪-૯૫ના વર્ષથી દર વર્ષે જુદા જુદા વિદ્વાન સંપાદકો દ્વારા સંપાદિત નવલિકાચયનો પ્રગટ કર્યા છે. આ હેતુ અનુસાર ૨૦૦૫ના વર્ષ દરમિયાન વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલી ઉત્તમ નવલિકાઓનું ચયન કરી આપવાનું કાર્ય જાણીતા વાર્તાલેખક મોહન પરમારે કરી આપ્યું છે. કુલ ૧૮ વાર્તાઓનો આ સંપાદનમાં સમાવેશ થયો છે. આ સાથે સંપાદકે દરેક વાર્તાની આસ્વાદલક્ષી સમીક્ષા તેમના સંપાદકીય લેખમાં કરી છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.