નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

ગુજરાતી ટૂંકી વાર્તાકોશ

સં. ચન્દ્રકાંત ટોપીવાળા, રમેશ ર.દવે, શોધિતવર્ધિત દ્વિતીય આવૃત્તિ ૨૦૦૮, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૮+૧૩૫, કિં.રૂ.૭૫/-

આ પ્રકારનો 'ગુજરાતી ટૂંકી વાર્તાકોશ' ગુજરાતીમાં તો પહેલૂ જ છે પરંતુ અન્ય ભારતીય ભાષાઓમાં કે પશ્ચિમની ભાષાઓમાં થયો હોવાની જાણ નથી. આ કોશ વાર્તાઓના વર્ણાનુક્રમમાં તૈયાર થયો છે. પ્રત્યેક વાર્તાનું અધિકરણ વાર્તાકારનો નિર્દેશ, જે સંગ્રહ-સંચય અને સામયિકમાંથી વાર્તા લેવાઈ હોય એનો નિર્દેશ, સંગ્રહ-પ્રકાશનની સાલનો નિર્દેશ અને અભિપ્રાયની એકાદ પંક્તિ સાથે કથાવસ્તુનો નિર્દેશ કરે છે. વાર્તાકોશની આ સંવર્ધિત દ્વિતીય આવૃત્તિ વેળાએ જે નવાં વાર્તાકાર-નામો ઉમેરાયાં છે તેને આમેજ કરી લીધાં છે. ઉપરાંત ગુજરાતી વાર્તાસંગ્રહોની સૂચિ-શીર્ષકના વર્ણાનુક્રમે જોડી છે.

આ કોશ અભ્યાસીઓને ઉપયોગી થશે તેવી અપેક્ષા છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.