નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

કવિતા એટલે આ

રમેશ પારેખ, સં. નીતિન વડગામા, પ્ર.આ.૨૦૦૭, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૧૬+૨૯૨, કિં.રૂ.૧૫૦/-

ગુજરાતી ભાષાના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત સદ્. કવિ રમેશ પારેખની કલમ કાવ્યસર્જન ઉપરાંત નિબંધ, વાર્તા, બાલસાહિત્ય અને કાવ્યાસ્વાદનાં ક્ષેત્રોમાં પણ વિહરી છે. તેઓ કવિતાના પ્રેમી જ નહીં, મરમી પણ છે. કાવ્યસર્જનની સમાંતરે તેઓ વર્તમાનપત્રોમાં કાવ્યાસ્વાદની લેખમાળા નિમિત્તે ગુજરાતી જ નહીં ભગિની ભારતીય ભાષાઓના તેમજ વિદેશી કવિઓનાં કાવ્યોના સતત સંપર્કમાં રહ્યા છે. આમ વિવિધ દેશ-કાળના અને ભાષાના કવિઓનાં કાવ્યોના આસ્વાદ એમણે ‘ફૂલછાબ’, `સંદેશ’ વગેરે વર્તમાનપત્રોમાં સતત કરાવ્યા છે. એમના કાવ્યાસ્વાદનું બીજું પુસ્તક ‘કવિતા એટલે આ’ પરિષદ દ્વારા પ્રકાશિત થયું છે. એ કાવ્યાસ્વાદો મરણોત્તર પ્રગટ થયા છે. તેના પ્રકાશનમાં નીતિનભાઈ વડગામાનો સક્રિય સહયોગ પ્રાપ્ય થયો છે. સહૃદયો આ પુસ્તકને ઉમળકાથી આવકારશે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.