નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

મનપૂર્ણા

મનસુખ લશ્કરી, પ્ર.આ.૨૦૦૭, પૃ.૧૩+૮૦, કિં.રૂ.૪૫/-, ડિમાઈ, કાચું પૂંઠું

નવા સર્જકોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી સાહિત્ય પરિશદના હંમેશ પ્રયત્નો રહ્યા છે. મનસુખ લશ્કરીનો આ પ્રથમ કાવ્યસંગ્રહ છે. કુલ બોંતેર કાવ્યોના આ સંગ્રહનો સમયગાળો વિસ્તૃત છે. ડૉ.આયંગર કહે છે તેમ કવિ 'છંદના બંધાણી લાગતા નથી, ભયના ચાહક લાગે છે.' કવિને બાળપણથી ગાવાનો શોખ. જીવનયાત્રામાં ઘર, શાળા, મિત્રો, વિદ્યાપીઠની લાઈબ્રેરી - એ બધાંએ એમના કવિતા-સંસ્કારને એમનામાં પાળ્યા, પોષ્યા અને વિકસાવ્યા. કાવ્યોમાં વિષયવૈવિધ્ય જોવા મળે છે. ભાવકો આ કાવ્યસંગ્રહને આવકારશે એવી અપેક્ષા.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.