નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

મેઘદૂત: એક જૂની વાર્તા - નવી વ્યાખ્યા

હજારીપ્રસાદ દ્વિવેદી, અનુ.રૂપા ચાવડા, પ્ર.આ.૨૦૦૭, પૃ.૧૦+૧૩૪, કિં.રૂ.૭૫/-, ડિમાઈ, કાચું પૂંઠું

પં.હજારીપ્રસાદ હિંદી અને સંસ્કૃતના વિદ્વાન હતા. એમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે કવિ કાલિદાસ રચિત 'મેઘદૂત' આધારિત એમની રચના 'મેઘદૂત: એક પુરાની કહાની'નો અધ્યાપિકા રૂપા ચાવડા કૃત અનુવાદ પરિષદ પ્રકાશિત કરે છે. પં.હજારીપ્રસાદ કહે છે તેમ 'મેઘદૂત'ની કથા બહુ પુરાણી છે; પરંતુ તે વારંવાર નવી રીતે કહેવાય છે. એમણે 'મેઘદૂત'ના મૂળ શ્લોકોને આધારે નવી વ્યાખ્યા રચી છે અને તેમાં નવી વાતો - નવીન અર્થોની પુષ્ટિરૂપે ઉમેરાઈ છે. આથી 'મેઘદૂત' માત્ર અલગ અલગ શ્લોકોની કથા ન રહેતાં તે સળંગ ગદ્યકથા રૂપે નિરૂપાય છે. વળી 'મેઘદૂત'ના શ્લોકો સાથે જયંતભાઈ પંડ્યાના 'મેઘદૂત'ના સમશ્લોકી અનુવાદને દરેક શ્લોક સાથે મૂક્યો છે. આ ગદ્યાનુવાદ ભાવકને આનંદ આપશે એવી અપેક્ષા.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.