નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

ગુજરાતી નવલિકાચયન: ૨૦૦૭

સં. હિમાંશી શેલત, પ્ર.આ.૨૦૦૮, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૧૨+૧૪૦, કિં.રૂ.૭૫/-

ધૂમકેતુ નવલિકા પ્રકાશનશ્રેણીના તેરમા મણકા રૂપે 'ગુજરાતી નવલિકાચયન: ૨૦૦૭' પ્રકાશિત થાય છે. આ ચયનનાં સંપાદિકા હિમાંશી શેલત કહે છે તેમ 'વાર્તા-સર્જક એની સામગ્રીનું રૂપાંતર કેવી રીતે કરે છે તે સજ્જ ભાવક માટે રસનો વિષય છે. કથાબીજ પરિચિત હોય, અગાઉ એ જ વિષયવસ્તુને પ્રયોજતી વાર્તાઓ વાંચી હોય ત્યારે વાર્તાકાર પોતાની સર્જકતાનો કેવો કસ કાઢે છે તે પામવું ગમે.' તેમણે ૨૦૦૭ના વર્ષ માટે ૧૮ ઉત્તમ નવલિકાઓ પસંદ કરી આપી છે; તેમજ પ્રત્યેક વાર્તાની આસ્વાદલક્ષી વિવેચના તેમના સંપાદકીય લેખમાં કરી છે.

સુજ્ઞ વાચકો અને અભ્યાસીઓને આ નવલિકાચયન ઉપયોગી બની રહેશે તેવી અપેક્ષા.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.