નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

ઉમાશંકરનો વાગ્વૈભવ

ચંદ્રકાન્ત શેઠ, પ્ર.આ.૨૦૦૮, ડિમાઈ, પાકું પૂંઠું
ખંડ ૧, કાવ્યસર્જન, પૃ.૧૨+૪૨૮, કિં.રૂ.૨૨૦/-
ખંડ ૨, ગદ્યસર્જન, પૃ.૮+૩૯૨, કિં.રૂ.૨૦૦/-
ખંડ ૩, વિવેચન, પૃ.૮+૩૨૪, કિં.રૂ.૧૭૦/-

શ્રી ચંદ્રકાન્ત શેઠે ઈ.સ.૧૯૭૮માં લખેલા મહાનિબંધનું સંવર્ધિત સ્વરૂપે ત્રણ ખંદોમાં પ્રકાશન થયું છે. પ્રથમ ખંડમાં ઉમાશંકરની પૂર્વવર્તા ગુજરાતની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા, ઉમાશંકરનું સર્જક વ્યક્તિત્વ અને ઉમાશંકરનું કાવ્યસર્જનનો સમાવેશ થાય છે. બીજા ખંડમાં ઉમાશંકરનું નાટ્યસાહિત્ય, કથાસાહિત્ય, નિબંધસાહિત્ય, ચરિત્રસાહિત્ય અને પ્રવાસસાહિત્યનો સમાવેશ થાય છે. ત્રીજા ખંડમાં ઉમાશંકરનું વિવેચનસાહિત્ય, ઉપસંહાર અને જીવનક્રમિકા તથા વાડ્મયસૂચિનો સમાવેશ થાય છે. જેમની વિદ્વત્તાને દેશવિદેશના વિદ્વાનોએ સન્માની છે એવા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક-વિવેચક ઉમાશંકર જોશીનું સમ્યગ દર્શન આ ગ્રંથોમાં લાધે છે. હજારેક પૃષ્ઠો ધરાવતા આ ત્રણ ગ્રંથો અભ્યાસીઓને વિરલ સંદર્ભસેવા પૂરી પાડશે તેવી અપેક્ષા છે.

સતત ચાલેલા શોધન-વર્ધનને કારણે આ ગ્રંથ મહાનિબંધ કરતાં કંઈક વધુ હોવાની પ્રતીતિ કરાવે છે. અભ્યાસીઓ આ ત્રણે ગ્રંથોને ઉમળકાભેર આવકારશે એવી અપેક્ષા છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.