નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

ગુજરાતી લેખિકાસૂચિ

સં. દિપ્તી શાહ, પ્ર.આ.૨૦૦૯, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૮+૧૩૬, કિં.રૂ.૯૦/-

શ્રીમતી વિનોદિનીબહેન નીલકંઠની જન્મશતાબ્દી નિમિત્તે તેમના સમગ્ર સાહિત્યનું પ્રકાશન ગુજરાત સાહિત્ય અકાદમીએ કર્યું; તેની સાથે તેમના પરિવારને વીસમી સદીની ગુજરાતી લેખિકાઓની સૂચિ પરિષદની સહાયથી પ્રકાશિત કરવાનો વિચાર ગત વર્ષે આવેલો અને પ્રાથમિક કક્ષાની સૂચિ તૈયાર પણ થયેલી. આ વર્ષે એ કામ વધારે વ્યવસ્થિત રૂપે કરવામાં આવ્યું. લેખિકાઓની માહિતી એકત્ર કરવા માટે વિવિધ સામયિકોમાં જાહેરાતો આપી. ઉપરાંટ 'ગુજરાતી સાહિત્યકોશ' (અર્વાચીનકાળ), 'ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ (સંવર્ધિત) તેમજ પરિષદ-સંચાલિત ચી.મં. ગ્રંથાલયમાંથી વિવિધ સ્ત્રોતો મારફત માહિતી એકત્ર કરી તેના સંપાદનનું કાર્ય ચી.મં.ગ્રંથાલયનાં દિપ્તી શાહે કર્યું છે. આમ થતાં ૬૦૦ જેટલી લેખિકાઓ તેમજ તેમની ૨૫૫૦ જેટલી કૃતિઓની માહિતી ઉપલબ્ધ થઈ. આ પ્રકારની સ્ત્રી-લેખિકાઓની સૂચિનું કામ સૌપ્રથમ વખત તૈયાર થયું છે. આ સૂચિના પ્રકાશન અર્થે 'વિનોદિની નીલકંઠ - મનુભાઈ પરીખ પરિવાર પ્રકાશન શ્રેણી' નિમિત્તે પરિવાર તરફથી આર્થિક સહયોગ સાંપડ્યો છે તે આનંદની વાત છે. અભ્યાસીઓને આ સૂચિ ઉપયોગી નીવડશે તેવી આશા છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.