નવાં પ્રકાશનો

૨૦૦૯નાં પ્રકાશનો

મારો અસબાબ

જનક ત્રિવેદી, પ્ર.આ.૨૦૦૮, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૧૪+૧૪૨, કિં.રૂ.૮૦/-

'બાવળ વાવનાર અને બીજી વાતો' વાર્તાસંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મેળવનાર જનક ત્રિવેદીનો આ નિબંધસંગ્રહ પરિષદ દ્વારા અને આચાર્ય કાકાસાહેબ કાલેલકર ગ્રંથાવલિ પ્રકાશન સમિતિના સૌજન્યથી મરણોત્તર પ્રકાશિત થઈ રહ્યો છે. તેઓ સારા વાર્તાકાર અને નિબંધકાર હતા. એમના આ નિબંધોમાં નિરૂપાયેલાં ભાતીગળ પાત્રો, પોતાનાં સંતાનો જેવો જ પ્રાણી-પક્ષીઓ માટેનો અપત્ય સ્નેહ, રેલવેસંસારની અવનવી વાતો, કાઠિયાવાડી બોલીના બળકટ પ્રયોગો, વિશિશ્ટ રીતે નિરૂપાયેલાં શૈશવ-ચિત્રો, પિતા વિશેનું આલેખન, લેખકનું ઝિલાયેલું મનોગત વગેરે આસ્વાદ્ય છે. કિરીટ દૂધાત લખે છે તેમ "આ નિબંધો પોતાની અંગત અનુભવની નીપજ હોવા છતાં તેમાંથી અળગા રહીને, બહાર ઊભીને જોવાની નિબંધકારની શૈલીને કારણે વાચક અહીં સીધો જ, સર્જકીય દખલગીરી વગર એમાં પ્રવેશ પામે છે... અહીં નિબંધકારની આંગળી પકડવાની જરૂર પડતી નથી. આ છે જનક ત્રિવેદીનું કલાકૌશલ્ય!" સહૃદયો આ પુસ્તકને ઉમળકાભેર આવકારશે એવી અપેક્ષા.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.