નવાં પ્રકાશનો

૨૦૦૯નાં પ્રકાશનો

મુકામ શાંતિનિકેતન

પુ.લ.દેશપાંડે, અનુ.અરુણા જાડેજા, બીજી આ. ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૧૦+૧૭૮, કિં.રૂ.૧૦૦/-

મરાઠીના લબ્ધપ્રતિષ્ઠ લેખક શ્રી પુ.લ.દેશપાંડે બંગાળી ભાષા શીખવા તથા રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યનો સંસ્પર્શ પામવા શાંતિનિકેતન રહ્યા હતા. તે સમયનાં તેમનાં સંસ્મરણો, રવીન્દ્રનાથની સર્જકપ્રતિભા અને શાંતિનિકેતનની ઉત્સવપરંપરા આ પુસ્તકમાં મનોહર રીતે આલેખાયાં છે. પુ.લ.સાહિત્યના અભ્યાસી અને તેમનાં કેટલાંક પુસ્તકોનો અનુવાદ કરનાર શ્રીમતી અરુણાબહેન જાડેજાએ એ જ શીર્ષકથી સુંદર અનુવાદ કર્યો છે.
આ પુસ્તકના પ્રથમ ખંડમાં રોજનીશી છે. દ્વિતીય ખંડમાં બંગ-ભાષા શીખવા માટેનો સ્વાધ્યાય છે અને તૃતીય ખંડમાં શાંતિનિકેતનમાં ઉઅજવાતા વર્ષામંગલના ઉત્સવનું હૃદયંગમ વર્ણન લેખકે આપ્યું છે; તેમજ રવીન્દ્રનાથના પત્ર-સાહિત્ય, રવીન્દ્રનાથ અને શરદબાબુવિષયક તેમજ અન્ય લેખો છે.
ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ અપ્રાપ્ય થઈ અને ગુજરાત યુનિવર્સિટીમાં એનો પાઠ્યક્રમમાં સમાવેશ થતાં 'મુકામ શાંતિનિકેતન'ની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત થઈ છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.