નવાં પ્રકાશનો

૨૦૦૯નાં પ્રકાશનો

ઉઘાડા આકાશનો એક ટુકડો

સુહાસ ઓઝા, પ્ર.આ.૨૦૦૯, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૧૦+૧૪૬, કિં.રૂ.૯૦/-

ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી ગ્રંથશ્રેણીનું આ ચોત્રીસમું પુસ્તક છે. આ વાર્તાસંગ્રહનાં લેખિકા સુહાસબેન ઓઝા વાર્તાકાર ઉપરાંત નવલકથાકાર તેમજ કવયિત્રી પણ છે. જીવનની ચડતી-પડતી અને સુખ-દુ:ખને પચાવી જાણનાર વ્યક્તિના હૃદયમાં અનેક સંવેદનાઓ જાગે છે. આ વિવિધ સંવેદનાની સચ્ચાઈને લેખિકાએ આ વાર્તાઓમાં વાચા આપી છે. વળી, એમની વાર્તાઓમાં સ્ત્રીપાત્રોનું નિરૂપણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. સાઈઠના દાયકાથી આરંભાયેલી તેમની વાર્તાલેખનની યાત્રા ચાર દાયકાથી વધુ સમયમાં વિસ્તરે છે. એમની કેટલીક વાર્તાઓનો અંગ્રેજી અને હિંદીમાં અનુવાદ થયો છે. સુરતી મોઢ વણિક જ્ઞાતિના મુખપત્ર 'જ્યોતિર્ધર'ના સૌજન્યથી પુસ્તક-પ્રકાશનાર્થે ગુજરાતી સાહિત્ય પરિષદને મળેલ આર્થિક સહયોગથી આ વાર્તાસંગ્રહ પ્રગટ થાય છે. ભાવકો આ વાર્તાસંગ્રહને આવકારશે એવી આશા છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.