નવાં પ્રકાશનો

૨૦૧૦નાં પ્રકાશનો

કથા કલરવ

લે.સુમંત રાવલ, પ્ર.આ.૨૦૦૮, ડિમાઈ, કાચું પૂઠું, પૃ.૧૦+૧૬૨, કિં.રૂ.૧૦૦/-)

ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી ગ્રંથશ્રેણીના પાંત્રીસમા પુસ્તક તરીકે 'કથા-કલરવ' વાર્તાસંગ્રહ પ્રગટ થઈ રહ્યો છે. આ સંગ્રહના લેખક સુમંત રાવલની અઢાર નવલકથાઓ અને છ વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા છે. એમના 'ઘટનાલય' વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેઓ સારા વાચક પણ છે. 'ચાંદની' 'આરામ' જેવાં વાર્તાસામયિકોએ તેમને વાર્તાલેખનની દિશામાં પ્રેર્યા છે. ઉપરાંત નવનીત-સમર્પણ, ચિત્રલેખા, શબ્દસૃષ્ટિ, પરબ, ઈત્યાદિ સામયિકોમાં એમની વાર્તાઓ સતત છપાતી રહી છે. સુરતી મોઢ્વણિકજ્ઞાતિના મુખપત્ર 'જ્યોતિર્ધર'ના સૌજન્યથી આ પુસ્તકનું પ્રકાશન થઈ રહ્યું છે.
સહૃદયો આ પુસ્તકને આવકારશે એવી અપેક્ષા.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.