નવાં પ્રકાશનો

૨૦૧૩નાં પ્રકાશનો

પન્નાલાલની વાર્તાસૃષ્ટિમાં

સં.પારુલ કંદર્પ દેસાઈ. દ્રષ્ટિ પટેલ, કાચું પૂઠું, પૃ.૨૨+૧૮૬, કિં.રૂ.૧૫૦/-)

પન્નાલાલ પટેલના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે પન્નાલાલની વાર્તાસૃષ્ટિમાંથી 36 વાર્તાઓનો આસ્વાદ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. 'પન્નાલાલની વાર્તાસૃષ્ટિમાં' પુસ્તકનું સંપાદન પારુલ દેસાઈ અને દ્રષ્ટિ પટેલે કર્યું છે. આ આસ્વાદથી વાચક ગુજરાતી પ્રજાના બદલાતા જતાં જીવન અને પ્રશ્નોથી અવગત થશે, તો પન્નાલાલની વાર્તાકલાથી પરિચિત થશે. પારુલ દેસાઈ અને દ્રષ્ટિ પટેલના લેખો પન્નાલાલ પટેલની વ્યક્તિ અને સર્જક તરીકેની ઓળખ આપે છે. ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જકની ટૂંકી વાર્તાઓના આ આસ્વાદલેખો અભ્યાસીઓને જરૂર ગમશે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.