નવાં પ્રકાશનો

૨૦૧૩નાં પ્રકાશનો

ગુજરાતી કવિતાચયન : ૨૦૧૧

સં.યૉસેફ મેકવાન, પ્ર.આ. ૨૦૧૨, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૧૩૪+૨૨, કિં.રૂ.૧૨૦/-

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૧૯૯૧થી પ્રતિ વર્ષે 'કવિતાચયન'નું પ્રકાશન થાય છે. ગુજરાતી કવિતાચયનની કાવ્યયાત્રામાં કાન્ત-બળવંતરાય શતાબ્દી ગ્રંથમાળાનો આ ૨૧મો મણકો છે. 'ગુજરાતી કવિતાચયન : ૨૦૧૧'ના સંપાદક શ્રી યૉસેફ મેકવાને વર્ષ દરમિયાન ગુજરાતી ભાષાના વિવિધ સામયિકમાં પ્રસિદ્ધ થયેલી કવિતાઓમાંથી કવિતાનું સંપાદન કર્યું છે. આ સંપાદન કાર્ય દ્વારા સંપાદક યૉસેફ મેકવાને તત્કાલીન સમયમાં રચાતી ગુજરાતી કવિતાની તાસીરથી ગુજરાતી ભાષાસાહિત્યના રસિકોને અવગત કરાવ્યા છે. ગુજરાતી ભાષાસાહિત્યના ભાવકો આ સંપાદનને ઉષ્માભર્યો આવકાર આપશે એવી આશા છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.