ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ચંદ્રકાન્ત બક્ષી


ચંદ્રકાન્ત બક્ષી  Chandrakant Bakshi

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી (૨૦-૮-૧૯૩૨, ૨૫-૩-૨૦૦૬): નવલકથાકાર, નવલિકાકાર, નિબંધકાર, પ્રવાસકથાલેખક, આત્મકથાલેખક. જન્મ પાલનપુરમાં. ૧૯૫૨માં મુંબઈથી બી.એ. થઈ કોલકાતા ગયા. ૧૯૫૬માં એલએલ.બી. ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષયોમાં એમ.એ. ૧૯૭૦-૧૯૮૦ દરમિયાન મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનનું અધ્યાપન. ૧૯૮૦થી ૧૯૮૨ એ બે વર્ષ માટે મુંબઈની એલ. એસ. રાહેજા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજના પ્રિન્સીપાલ. ત્યારપછી પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય.

‘ઘટનાનો બેતાજ બાદશાહ’ ગણાયેલા ચન્દ્રકાન્ત બક્ષીએ વિપુલ પ્રમાણમાં કથાસાહિત્યલેખન કર્યું છે. આગવી શૈલી, મહાનગરજીવનનાં વિષાદ, વેદના અને એકલતાના આલેખનથી તેઓ આધુનિક સર્જક ગણાયા છે. એમની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓમાં અસ્તિત્વવાદી વિચારસરણીને ઘટના અને પાત્રોની ક્રિયામાં મૂર્ત કરવામાં એમને ઠીક ઠીક સફળતા મળી છે. એમના ગદ્યમાં સ્થૂળ અને સૂક્ષ્મ બંનેને આકાર આપવાની સહજશક્તિ છે. ‘આકાર’, ‘પેરેલિસિસ’ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.