ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : દેશળજી પરમાર


દેશળજી પરમાર  Deshalji Parmar

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

દેશળજી કહાનજી પરમાર (૧૩-૧-૧૮૯૪, ૧૨-૨-૧૯૬૬): કવિ. ગણોદ (તા.ગોંડલ)ના વતની. જન્મ સોરઠના સરદારગઢમાં. પ્રાથમિક અભ્યાસ લોધીકામાં. ૧૯૧૨માં મેટ્રિક. ૧૯૧૬માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ. કાયદાના અભ્યાસ માટે મુંબઈ ગયા પરંતુ બે વાર અનુત્તીર્ણ થવાથી ત્યાં જ ‘વીસમી સદી’માં હંગામી કારકુન. ૧૯૧૮માં અભ્યાસ અધૂરો છોડી ગોંડલની કૉલેજમાં શિક્ષક. ૧૯૨૨માં વનિતાઆશ્રમ, અમદાવાદમાં શિક્ષક. એ દરમિયાન ‘કુમાર’માં કાર્ય. ૧૯૩૧માં ગોંડલના રેવન્યુ ખાતામાં. ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ. ૧૯૫૩માં નિવૃત્ત. ગોંડલમાં અવસાન.

ગીત, સોનેટ, દીર્ઘકાવ્ય, મુક્તક વગેરે સ્વરૂપોમાં એમની ભાવનાશીલતા, રાષ્ટ્રભાવના અને અંગત સંવેદનો વ્યક્ત થયા છે. કલ્પના – ઊર્મિનો ઉછાળ અને લયની કમનીયતા એમના ગીતોનો વિશેષ છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.