ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ગુણવંતરાય આચાર્ય
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય
(૯-૯-૧૯૦૦, ૨૫-૧૧-૧૯૬૫): નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર. જન્મ જેતલસરમાં. વતન જામનગર. શાલેય શિક્ષણ
કચ્છ-માંડવીમાં. આથી ખલાસીઓ પાસેથી સાગરસાહસની કથાઓના અને પિતા પોલિસખાતામાં હોવાથી મીર, વાઘેરો, બારોટોનાં ટેક, સ્વાર્પણ, જવાંમર્દીની કથાઓના
સંસ્કાર પડ્યા. કૉલેજનું શિક્ષણ એક સત્રથી આગળ નહીં. રાણપુરમાં હસનઅલી ખોજાના ‘સૌરાષ્ટ્રમિત્ર’માં ૧૯૨૭માં જોડાયા. પછી ‘સૌરાષ્ટ્ર’ના તંત્રીમંડળમાં.
ત્યાંથી ‘ફૂલછાબ’ સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા. ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’ સાથે પણ સંલગ્ન. ફિલ્મસાપ્તાહિક ‘મોજમજાહ’ના પણ તંત્રી રહેલા.
૧૯૪૫માં રણજિતરામ સુવર્ણચન્દ્રકથી પુરસ્કૃત. |