ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : હરિહર ભટ્ટ


હરિહર ભટ્ટ  Harihar Bhatt

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

હરિહર પ્રાણશંકર ભટ્ટ (૧-૫-૧૮૯૫, ૧૦-૩-૧૯૭૮): કવિ. જન્મ વેકરિયા (સૌરાષ્ટ્ર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં. ઉચ્ચ શિક્ષણ ભાવનગર અને મુંબઈમાં. બી.એ. થયા પછી અકોલા(મહારાષ્ટ્ર)ની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક. અસહકારની લડતમાં સત્યાગ્રહી તરીકે પકડાતાં અઢાર માસ કારાવાસ. ભો.જે. વિદ્યાભવન, અમદાવાદમાં જ્યોતિષશાસ્ત્રના અધ્યાપક તથા પીએચડી.ના માર્ગદર્શક. ‘સંદેશ’ના ‘પ્રત્યક્ષ પંચાંગ’ના વર્ષો સુધી મુખ્ય સંપાદક. અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા તથા નિયામક.

તેમના કાવ્યોમાં પ્રભુશ્રદ્ધા, જીવન-આશા, રાષ્ટ્રભાવ ને ગાંધીચીંધી દલિતભક્તિ જેવા વિષયો આલેખાયા છે. ગેય ઢાળોમાં રચેલાં એકવીસ લઘુ – ઊર્મિકાવ્યોનો સંગ્રહ તેમની પાસેથી મળે છે. ‘એક જ દે ચિનગારી મહાનલ!’ તેમનું સુપ્રસિદ્ધ કાવ્ય છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.