ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : કેશવ હર્ષદ ધ્રુવ


કેશવ હર્ષદ ધ્રુવ  Keshav Harshad Dhruv

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

કેશવલાલ હર્ષદરાય ધ્રુવ (૧૭-૧૦-૧૮૫૯, ૧૩-૩-૧૯૩૮): ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ દહેગામ તાલુકાના બહિયેલમાં. ૧૮૭૬માં મેટ્રિક. ૧૮૮૨માં બી.એ. ત્યારબાદ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. ત્યાંથી અમદાવાદની રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલમાં. ૧૯૦૮માં એ જ હાઈસ્કૂલના હેડમાસ્તર. ૧૯૧૫માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક તરીકે નિમાયા. ૧૯૩૪માં નિવૃત્ત. ૧૯૨૦થી ૧૯૩૮ સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. ૧૯૦૭માં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

સંશોધનની સંસ્કૃત પરંપરામાં એમનું પ્રદાન મૂલ્યવાન છે. ભાષાવિષયક સંશોધન અને સાહિત્યવિચારણા રજૂ કરતા એમના લેખો, પ્રાચીન – મધ્યકાલીન કવિઓ વિશેનાં એમનાં સંપાદનો વિદ્વતાપૂર્ણ પ્રાસ્તાવિકો અને ટિપ્પણોથી મહત્ત્વના બનેલા છે. તો સંસ્કૃતકાવ્યો અને નાટકોના કરેલા અનુવાદો રસિકતા અને પાંડિત્ય સાથે યથાર્થ ભાષાંતર કેવા થઈ શકે તેના નમૂનાઓ છે.વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.