ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : કિશનસિંહ ચાવડા
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા, ‘જિપ્સી’
(૧૭-૧૧-૧૯૦૪, ૧-૧૨-૧૯૭૯): નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. જન્મ વડોદરામાં. મૂળ વતન સુરત જિલ્લામાં સચીન
પાસેનું ભાંજ. વડોદરા, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં શિક્ષણ. થોડો સમય ફેલોશિપ હાઈસ્કૂલ, મુંબઈમાં શિક્ષક. એમણે રાજા-મહારાજાઓના એડીસી, અંગત મદદનીશ તરીકે કામ કર્યું છે. ૧૯૨૭-૨૮માં પોંડિચેરી આશ્રમમાં. ૧૯૪૮માં
અમેરિકામાં પિટર્સબર્ગ કાર્નેગી ઈન્સ્ટિટ્યુટ ઑવ ટેકનોલોજીમાં છ મહિના માટે પ્રિન્ટિંગ પ્લાન્ટ મેનેજમેન્ટનો કોર્સ. વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ની સ્થાપના. ‘ક્ષત્રિય’ના તંત્રી.
‘નવગુજરાત’ના સહતંત્રી. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. ૧૯૬૦થી અલમોડા પાસે મીરતોલા આશ્રમમાં નિવાસ. |