ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : કૃષ્ણલાલ શ્રીધરાણી


કૃષ્ણલાલ શ્રીધરાણી  Krishnalal Shridhrani

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી (૧૬-૯-૧૯૧૧, ૨૩-૭-૧૯૬૦): કવિ, નાટ્યકાર. જન્મ અને પ્રાથમિક શિક્ષણ ઉમરાળા(ભાવનગર)માં. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ – વિનયમંદિર(ભાવનગર)માં. ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ની ઐતિહાસિક દાંડીકૂચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી ૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક. બીજે વર્ષે કવિવર ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી પીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી ‘અમ્રિતઝાર પત્રિકા’ માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ. ૧૯૪૬માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયેત થયેલો. હૃદય બંધ પડવાથી દિલ્હીમાં અવસાન.

કવિ, નાટ્યકાર તરીકે નોંધપાત્ર પ્રદાન છે. સૌંદર્યરાગી અનુગાંધીયુગીન કવિ છે. માત્રામેળ છંદોમાં રચાયેલ કાવ્યો તથા ગીતોમાં વિશેષ સિદ્ધિ છે. કવિના ઊંડા વાસ્તવદર્શન અને વેધક કટાક્ષનિરૂપણની દૃષ્ટિએ ‘આઠમું દિલ્હી’ અત્યંત નોંધપાત્ર કાવ્ય છે. નાટકોમાં પણ તેમની પોતીકી છાપ અંકિત થયેલી દેખાય છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.