ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : લાભશંકર ઠાકર
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:લાભશંકર જાદવજી ઠાકર
(૧૪-૧-૧૯૩૫): કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર. વતન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું પાટડી. જન્મ સેડલામાં. ગુજરાતી મુખ્ય વિષય સાથે ૧૯૫૭માં બી.એ.,
૧૯૫૯માં એમ.એ., ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સનો ડિપ્લોમા. સાતેક વર્ષ અમદાવાદની કોલેજોમાં અધ્યાપક અને હવે પોતાના ક્લિનિકમાં આયુર્વેદીય ચિકિત્સક.
‘આકંઠ સાબરમતી’ નામની નાટ્યલેખકોની વર્કશોપમાં સક્રિય રસ. ‘કૃતિ’, ઉન્મૂલન’ જેવાં સામયિકોનું પ્રકાશન. ૧૯૬૨નો કુમારચન્દ્રક. નર્મદ સુવર્ણચન્દ્રક.
૧૯૮૧માં રણજિતરામ સુવર્ણચન્દ્રક, જે પરત કરેલો તે પછીથી ૧૯૯૪માં સ્વીકાર્યો. ૨૦૦૨નો સાહિત્યગૌરવ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મળ્યો.
|